20th May 2019 Gujarati Current Affairs Note - Full Current Affairs Note For Exam Preparation in Gujarati
20th May Gujarati Current Affairs Note
1. મધર્સ ડે / વિશ્વની એવી પાવરફુલ મધર્સ જેમનાં કાર્યો આજે પણ આપણને પ્રેરે છે
·
- વિશ્વભરમાં દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે 'મધર્સ ડે' ઉજવવામાં આવે છે.
- માતા વિશે કંઈ કેટલુંય કહેવાયું છે. દરેક માતાનો સંઘર્ષ અનોખો હોય છે. તેમનું આખું જીવન ઘર-પરિવારને સંભાળવામાં અને તેમને ખુશ કરવામાં પસાર થઈ જાય છે. તેમના જીવનનો સંઘર્ષ આપણને જીવન જીવવાની પ્રેરણા આપી જાય છે.
l
2. મેડ્રિડ ઓપનમાં જોકોવિચ ત્રીજી વખત ચેમ્પિયન, ૭૪મું સિંગલ્સ ટાઇટલ જીત્યું |
- વિશ્વના પ્રથમ ક્રમાંકિત ર્સિબયાના નોવાક જોકોવિચે ગ્રીસના સ્ટેફાનોસ સિતસિપાસને ફાઇનલ મુકાબલામાં ૬-૩, ૬-૪થી હરાવીને મેડ્રિડ માસ્ટર્સ એટીપી ટેનિસ ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. જોકોવિચે ત્રીજી વખત આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યો છે. ૨૦૦૩માં પ્રોફેશનલ પ્લેયર બન્યા બાદ જોકોવિચે ૭૪ સિંગલ્સ ટાઇટલ પોતાના નામે કર્યા છે. આ ઉપરાંત તેણે સ્પેનના રફેલ નદાલના ૩૩ એટીપી માસ્ટર્સ ૧૦૦૦ ટાઇટલ જીતવાના રેકોર્ડની પણ બરોબરી કરી હતી. જોકોવિચે ફાઇનલ મુકાબલો જીતવા માટે એક કલાક ૩૨ મિનિટનો સમય લીધો હતો. જોકોવિચે સ્પેનની રાજધાનીમાં આ અગાઉ ૨૦૧૧ તથા ૨૦૧૬માં ટાઇટલ જીત્યા હતા.
- ફાઇનલ
જીત્યા બાદ જોકોવિચે જણાવ્યું હતું કે ગ્રાન્ડ સ્લેમ બાદ આ સૌથી મોટી
ટૂર્નામેન્ટ છે અને તેમાં વિજય મેળવવો અત્યંત મહત્ત્વપૂર્ણ છે. જોકોવિચ
છેલ્લા ૨૫૦ સપ્તાહથી એટીપી રેન્કિંગમાં નંબર-૧ સ્થાને જળવાઇ રહ્યો છે. તે
મેડ્રિડ ઓપન દ્વારા ચાલુ વર્ષે બીજી ટૂર્નામેન્ટ જીતવામાં સફળ રહ્યો છે.
- ૩૧ વર્ષીય જોકોવિચે ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યો હતો અને હવે તેના નામે ૩૩ એટીપી માસ્ટર્સ ટાઇટલ નોંધાયેલા છે. સિતસિપાસ સામે જોકોવિચ બીજી વખત રમ્યો હતો. જોકોવિચને કેનેડા માસ્ટર્સના અંતિમ-૧૬ના મુકાબલામાં ગ્રીક ખેલાડીએ પરાજય આપ્યો હતો.
3. એર ડિફેન્સ યુનિટને પાકિસ્તાન સરહદ નજીક તહેનાત કરાશે, દુશ્મનના હુમલાને નિષ્ફળ કરશે |
- ભારત
અને ઈઝરાયલ દ્વારા તૈયાર કરાયેલી અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ તહેનાત કરવા
અંગે વિચારણા
- બાલાકોટ
એરસ્ટ્રાઈક બાદ ભારતે પાકિસ્તાની વાયુસેનાની ઘૂસણખોરીને નિષ્ફળ કરી હતી
26 ફેબ્રુઆરીના
રોજ બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના કેમ્પ પર હુમલા બાદ ભારતીય વાયુસેના પાકિસ્તાન
સાથેની સરહદ પર સર્તકતામાં વધારો કરી રહી છે. દેશના ચાર રાજ્યો સાથે પાકિસ્તાનની સરહદ
સ્પર્શે છે. અહીં વાયુસેનાની એર ડિફેન્સ યુનિટને સરહદ પાસે લઈ જવાની તૈયારી કરાઈ
છે. જેના માટે સુરક્ષાની તમામ પરિસ્થિતીઓ અંગેનો અભ્યાસ કરવામાં આવ્યો છે. ભારતીય
સેનાના કહ્યાં પ્રમાણે પાકિસ્તાનની કોઈ પણ હરકતનો વળતો જવાબ આપવો જરૂરી છે.
ફાઈટિંગ
યુનિટ પણ તૈયાર
ન્યૂઝ
એજન્સીના જણાવ્યા પ્રમાણે, સેના ફાઈટિંગ યુનિટ્સ અને એર ડિફેન્સ ઉપરાંત ડિફેન્સ
યુનિટને પણ સરહદની નજીક તહેનાત કરવા અંગે વિચારણા ચાલી રહી છે. જો યુનિટને
બોર્ડરની નજીક તહેનાત કરવામાં આવશે તો દુશ્મન તરફથી કરવામાં આવતા તમામ હુમલાઓ સામે સક્ષમતાથી
લડી શકાશે.
એર
ડિફેન્સની પણ તૈયારી
જમ્મુ-કાશ્મીર, પંજાબ, ગુજરાત
અને રાજસ્થાનમાં એર ડિફેન્સ યુનિટ્સને તહેનાત કરવામાં આવશે. અહીં સેના અને
વાયુસેનાએ પોતાની તૈયારીઓની સમીક્ષા પૂર્ણ કરી છે. ભારતીય વાયુસેના સરહદ પર અવકાશ
એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ અને રશિયાના કાવાદ્રત મિસાઈલ સિસ્ટમની તહેનાતી અંગે
વિચારણા કરી રહી છે. આ ઉપરાંત ભારત અને ઈઝરાઈલ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલી
એમઆર-એસએએમ ડિફેન્સ સિસ્ટમના ઉપયોગ પર પણ વિચારણા ચાલી રહી છે.
4. IMFએ પાકિસ્તાન સાથે સમજૂતી કરી, 3 વર્ષ માટે 42 હજાર કરોડ મળશે; |
- આર્થિક
તંગી સામે ઝઝૂમી રહેલી પાક સરકાર અને આઇએમએફની વચ્ચે 29
એપ્રિલના
રોજ ચર્ચા શરૂ થઇ હતી
- 1950માં
IMFનું
સભ્ય બનેલું પાકિસ્તાન અત્યાર સુધી 22
બેલઆઉટ
પેકેજ મેળવી ચૂક્યું છે
આર્થિક
તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને IMF (ઇન્ટરનેશનલ મોનિટરિ
ફંડ)એ 42 હજાર
કરોડ રૂપિયાનું બેલઆઉટ પેકેજ આપવા પર સહમતિ વ્યક્ત કરી છે. પાકિસ્તાનને આ રકમ 39 માસ
માટે આપવામાં આવી રહી છે. ઇમરાન સરકાર અને IMFની વચ્ચે 29 એપ્રિલના રોજ વાતચીત શરૂ
થઇ હતી. પહેલાં આશા હતી કે, 7મેના રોજ બેલઆઉટ પેકેજ જાહેર થઇ જશે, પરંતુ
મામલો 10 મે
સુધી ટળી ગયો.
|
5. ચૂંટણી પંચે સોપ્રથમ પોતાના વિષેશાધીકાર બંધારણના અનુછેદ 324 નો ઉપયોગ
કર્યો |
16/05/2019
- નિયત સમય કરતાં પહેલાં ચૂંટણી પ્રચાર રોકવાનો પ્રથમ
કિસ્સો
- કેન્દ્રીય ચૂંટણી પંચે લીધેલું અત્યાર સુધીનું સૌથી કડક પગલું
- ગુરુવારે રાત્રે 10 વાગ્યાથી બંગાળમાં પ્રચાર પર પ્રતિબંધ મૂક્યો હતો
ચૂંટણી પ્રચાર સમય કરતાં પહેલા રોકવાનો દેશમાં આ પહેલો કિસ્સો છે.
પંચે અનુચ્છેદ 324માં મળેલા અધિકારોનો ઉપયોગ કરતા આ કાર્યવાહી કરી છે. પંચે રાજ્યના એડીજી CID અને ગૃહ વિભાગના અગ્ર સચિવને પણ હટાવી દીધા છે.
ચૂંટણીપંચે બંધારણની કલમ 324માં મળેલા હકોનો ઉપયોગ કરીને આ કાર્યવાહી કરી છે.
6. વિઝાએ 'વન નેશન વન કાર્ડ' બહાર પાડ્યું, હવે બસ, ટ્રેન, મેટ્રો બધી જગ્યાએ આ એક જ કાર્ડ ચાલશે
|
વિશ્વભરમાં
પેમેન્ટ ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રણી કંપની વિઝાએ 'નેશનલ કોમન મોબિલિટી
કાર્ડ'
(NCMC) લોન્ચ
કર્યું છે. આ કાર્ડથી તમે દેશના બધાં મહાનગરોમાં મેટ્રો રેલ, લોકલ
બસ, ટોલ
પ્લાઝા અને ઓટો ટેક્સી જેવા જાહેર પરિવહનનાં તમામ માધ્યમોના ભાડા ચૂકવવા સમર્થ
હશો. આ કાર્ડ આવવાથી હવે દરેક જગ્યાએ ચૂકવણી માટે અલગ-અલગ કાર્ડ રાખવાની ઝંઝટ
રહેશે નહીં.
લેસ કેશ સોસાયટી બનાવવામાં મદદ મળશે
ટ્રાન્ઝિટ વેન્યૂ પર ઓફલાઇન પ્રયોગ માટે એક કાર્ડ બેલેન્સ આપવામાં આવશે
મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, વિઝા NCMC કાર્ડમાં ટેપિંગ દ્વારા કોન્ટેક્ટલેસ પેમેન્ટની સુવિધા આપવામાં આવશે. તેમાં કોઈ ટ્રાન્ઝિટ વેન્યૂ પર ઓફલાઇન પ્રયોગ માટે એક કાર્ડ બેલેન્સ આપવામાં આવશે. કાર્ડ હોલ્ડર પોતાનો ટ્રાન્ઝિટ પાસ પણ આ કાર્ડમાં સ્ટોર કરીને રાખી શકશે. કાર્ડમાં વિવિધ પ્રકારે ઓફલાઇન બેલેન્સ પણ રાખી શકાશે.
7. રાજાઓના વિશાળ મકબરા વૈશ્વિક વારસામાં સામેલ થશે
|
- ઓસાકામાં આવેલી ચોથી-પાંચમી સદીની આ કબરોને યુનેસ્કોએ
પસંદ કરી છે,
દર વર્ષે પાંચ લાખ પ્રવાસી તે જોવા આવે છે
વૈશ્વિક વારસામાં 1090 સ્થળ, 53 સ્થળ સાથે ઈટાલી પહેલા નંબરે, બીજામાં ચીન
વૈશ્વિક વારસામાં કયા સ્થળોને સામેલ કરવા તે યુનેસ્કોની એક સમિતિ નક્કી કરે છે. આ સમિતિ વિવિધ સ્થળની તપાસ કરે છે. આવા કુલ 1090 સ્થળ વૈશ્વિક વારસામાં સામેલ છે, જેમાંથી 845 સ્થળ સાંસ્કૃતિક, 209 કુદરતી અને 23 મિશ્ર છે. આ યાદીમાં સૌથી વધુ સ્થળ ઈટાલીના છે. ત્યાર પછી અનુક્રમે ચીન, સ્પેન, ફ્રાંસ અને જર્મનીનો ક્રમ આવે છે. આ યાદીમાં ઈટાલીના 53, ચીનના 52, સ્પેનના 46, ફ્રાંસના 43 અને જર્મનીના 42 સ્થળ સામેલ છે.
વિશ્વની ધરોહરોમાં ભારતના 37 સ્થળ સામેલ
વિશ્વ ધરોહરોના મામલામાં ભારતનો દુનિયામાં છઠ્ઠો નંબર છે. તાજમહેલ સહિત દેશના 37 સ્થળ આ યાદીમાં છે. 2018માં આ યાદીમાં મુંબઈના ધ વિક્ટોરિયન એન્ડ આર્ટ ડેકો એન્સેમ્બલ આ યાદીમાં સામેલ થઈ ચૂક્યા છે.
દુનિયાની પ્રખ્યાત સાંસ્કૃતિક હેરિટેજ સાઈટ્સ
1. માચુ-પિચ્ચુ (પેરુ)
2. ઈજિપ્તના પિરામિડ (ઈજિપ્ત)
3. ગ્રેટ વોલ ઓફ ચાઈના (ચીન)
4. બગાન શહેર (મ્યાંમાર)
5. આગ્રાનો તાજમહેલ (ભારત)
6. દ્વીપ મોંટ સેંટ મિશેલ (ફ્રાંસ)
7. અંગકોરવાટ મંદિર (કંબોડિયા)
8. એથેન્સ શહેરના એક્રોપોલિસ (ગ્રીસ)
8. ઓસ્ટ્રેલિયા / પીએમ સ્કોટની
પાર્ટી બીજીવાર જીતી, 74 બેઠક મેળવી
|
ઓસ્ટ્રેલિયામાં
18/05/2019 ના રોજ સામાન્ય ચૂંટણી માટે મતદાન થયું.
દેશભરમાં
પાંચ સપ્તાહ સુધી ચાલેલા ચૂંટણી પ્રચાર પછી આશરે 1.6 કરોડ
નાગરિકો દેશના વડાપ્રધાનને ચૂંટવા માટે મતદાન મથકો પર ઉમટી પડ્યા હતા. આ વખતે
ચૂંટણીમાં જળવાયુ પરિવર્તનનો મુદ્દો છવાયેલા રહ્યો.
ચૂટ્ણીના
પરિણામો મુજબ પીએમ સ્કોટ મોરિશન સત્તામાં વાપસી કરવા જઇ રહ્યા છે.
તેમના
નેતૃત્વવાળા શાસક લિબ્રલ નેશનલ ગઠબંધનને 151માંથી 74 બેઠકો
મળી છે.જો કે તે બહુમતીથી બે બેઠકો ઓછી છે. જ્યારે વિપક્ષ લેબર પાર્ટી જારદાર
ટક્કર આપતા 65 બેઠકો
કબજે કરી. જીઆરએન પાર્ટીને એક સીટ મળી. અન્ય પક્ષોના ખાતામાં પાંચ બેઠકો ગઇ છે.
9. ભારતની આ સ્ટાર એથલિટે પોતે લેસ્બિયન હોવાનો કર્યો ઘટસ્ફોટ
|
- એશિયન
ગેમ્સમાં ભારત માટે બે સિલ્વર મેડલ જીતનાર મહિલા એથ્લેટ દુત્તી ચંદે મોટો
ખુલાસો કર્યો છે.તેનુ કહેવુ છે કે, હું
લેસ્બિયન છું.
- એક
અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં દુત્તી ચંદે કહ્યુ હતુ કે,
મારા
ગામની જ એક યુવતી સાથે મારા સબંધો છે.જોકે હું તેની ઓળખ છતી કરવા માંગતી નથી.
- તેણે
કહ્યુ હતુ કે, મને કોઈ એવી પાર્ટનર મળી
છે જે મને જીવથી વધારે વ્હાલી છે.મને લાગે છે કે દરેક વ્યક્તિને તે કોની સાથે
રહેવા માંગે છે તે નક્કી કરવાની આઝાદી હોવી જોઈએ.હું હંમેશા સમલૈગિંક સબંધો
રાખવા માંગતા લોકોના અધિકારીઓની તરફેણ કરતી આવી છું.
- તેણે
કહ્યુ હતુ કે, હાલમાં તો મારુ ફોકસ
વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ઓલિમ્પિક ગેમ્સ પર છે પણ ભવિષ્યમાં હું મારા પાર્ટનર
સાથે સેટલ થવા માંગુ છું.
- દુત્તીચંદ
પર એક સમયે ઈન્ટરનેશનલ એથ્લેટિક્સ ફેડરેશને હાઈપરએડ્રોગેનિઝમ નીતિ હેઠળ
સસ્પેન્શન લાદયુ હતુ.જેના કારણે તેને તે વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા
મળ્યો નહોતો.એ પછી આ નિર્ણય સામે દુત્તી ચંદે અપીલ કરીને જીત મેળવી હતી.
- તેને
રમતના મેદાન પર પાછી ફરવા માટે બેડમિન્ટન કોચ ગોપીચંદે પણ મદદ કરી હતી.
10. ટેનિસ / નડાલે જોકોવિચેને 26મી વાર હરાવ્યો, રેકોર્ડ નવમી વાર ચેમ્પિયન બન્યો
|
·
ડાલે જોકોવિચને 6-0, 4-6,
6-1થી હરાવ્યો
·
ઇટાલિયન ઓપનના ફાઇનલમાં નડાલે જોકોવિચ
સામે ત્રીજી વાર જીત મેળવી
આ નડાલની 50મી અને જોકોવિચની 49મી માસ્ટર્સ ટાઇટલ ફાઇનલ હતી. નડાલે પોતાના કરિયરમાં 34 વાર માસ્ટર્સ ટાઇટલ જીત્યો છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. બીજી તરફ મહિલા સિંગલ્સમાં ચેક રિપબ્લિકની કેરોલિના પ્લિસકોવાએ સ્પર્ધા જીતી હતી. તે બ્રિટેનની જોહાના કોંટાને 6-3, 6-4થી હરાવીને પહેલી વાર ચેમ્પિયન બની હતી. આ તેના કરિયરનું 13મુ ટાઇટલ છે.
Comments